Shree Reva Gaushala & GauVigyan Kendra (Narmada)
Event Description
શ્રી રેવા ગૌશાળા અને ગૌ વિજ્ઞાન કેન્દ્ર, તા. તિલકવાડા, જી. નર્મદા… ૬૦ થી વધુ ગીર ગૌમાતા નું જતન અને સંવર્ધન…
ભારતીય સંસ્કૃતિ માં ગાય નું સ્થાન માતા તરીકે નું છે જે થી આપણે ગૌમાતા થી જ સંબોધન કરીએ છીએ, આપણાં ઋષિ મુનિઓએ ગ્રામ્ય વ્યવસ્થા આ રીતે કરેલ હતી કે જ્યાં દરેક ગામ ની ભાગોળે ગૌશાળા, પાઠશાળા અને વ્યાયાયામ શાળા હોય, આ વ્યવસ્થા દ્વારા જે તે ગામ ના લોકો નો આર્થિક, માનસિક અને શારીરિક વિકાસ ઘડતર થઈ શકે. હવે આજે આપણે માનસિક અને શારીરિક વિકાસ ઘડતર ભૂલી ને માત્ર આર્થિક વિકાસ હેતુ દોડવા લાગ્યા જેથી કરીને યુવા અવસ્થા માં જ ભયંકર બીમારી નો ભોગ બને છે અને જીવન ગુમાવે છે અથવા તો જીવન માં મેળવેલ આર્થિક સંપતિ ગુમાવી ને શારીરિક અને માનસિક શાંતિ ની શોધ કરતાં રહે છે. હાલ ના સમય માં કોરોના જેવા ભયંકર સંક્રમણ માં પંચગવ્ય અને આયુર્વેદ દ્વારા રક્ષણ મેળવી શકાયું જેથી જેનો બચાવ અને ઉપચાર (prevention and cure) બંને માં ઉપયોગ થઈ રહ્યો છે.
જેથી હવે સમય આવી ગયો છે કે એવી વ્યવસ્થા ઊભી કરવી કે જ્યાં એક ગૌ વિજ્ઞાન કેન્દ્ર દરેક શહેર કે ગામ ની ભાગોળ માં સ્થાપવા માં આવે. કે જ્યાં દેશી ગૌમાતા (ગીર/કાંકરેજ) હોય, જ્યાં લોકો આવે અને ગૌમાતા ના પંચગવ્ય વિષે જાણકારી મેળવી શકે અને એના લાભ કોઈ પણ બીમારી માં મેળવી શકે. આ ઉપરાંત પંચગવ્ય નશ્યા અને સુવર્ણ પ્રાશન સંસ્કાર દ્વારા બાળકો ને લાભ આપવામાં આવે અને લોકો ગૌમાતા ની સેવા નો લાભ લઈ શકે, જ્યાં બાળકો માટે વ્યાયાયમ થઈ શકે આવી રમત રમાડવા માં આવે જેવી કે કબડ્ડી અને ખોખો જેના દ્વારા ભારતીય રમતો માણતા શારીરિક વ્યાયાયમ પણ થઈ શકે અને મોબાઇલ યુગ માં પણ બાળક નો શારીરિક વિકાસ થઈ શકે, ઉપરાંત યોગ અને પ્રાણાયામ વિશે લોકો જાગૃત તો છે પરંતુ દૈનિક અપનાવવા માટે જાગૃત કરવા અને લોકો દવા વગર પણ કેમ સ્વસ્થ રહી શકે એની માહિતી પૂરી પાડવી.
આમ આવું પહેલું ગૌ વિજ્ઞાન કેન્દ્ર ની શરૂઆત કરવી જેનાથી લોકો માં ગૌમાતા પ્રત્યે ની લાગણી ને પૂરતું સન્માન મળી રહે.
