Ek Parivar – Ek Gaumata (એક પરિવાર દ્વારા એક ગૌમાતા ની સેવા લેવી)
Event Description
ગૌશાળા “એક પરિવાર – એક ગૌમાતા” – આવો ગૌમાતા ની સેવા કરી ગૌ પ્રસાદ નો લાભ મેળવીએ….
શ્રી દિવ્ય સાઈ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી રેવા ગૌશાળા અંતર્ગત એક સુવર્ણિમ આયોજન “એક પરિવાર – એક ગૌમાતા”, આ આયોજન એવા પરિવારો માટે છે કે જેઓ ઘર ના ફળિયા માં ગૌમાતા રાખી નથી સકતા પરંતુ જેમણે પોતાના હૃદય માં ગૌમાતા નું વિશાળ સ્થાન છે, કે જ્યાં આજે પણ પહેલા રોટલી ગૌમાતા માટે બને છે, જ્યાં રોજ ગૌમાતા ના ઘી ના દીવા થતાં હોય છે, આજે પણ ગૌમાતા ના ગોબર ના બનેલા છાણાં થી ધૂપ/અગ્નિહોત્ર થાય છે, જ્યાં ઘરમાંથી અશુદ્ધિ ઓ દૂર કરવા ગૌમુત્ર છાટવામાં આવે છે અને ઘર ના વાતાવરણ માં પવિત્રતા અનુભવાય છે.
એવું એક આયોજન કે જ્યાં આપના દ્વારા ગૌમાતા નું સ્થાન આપણી ગૌશાળા માં નિશ્ચિત કરી શકો છો. શ્રી દિવ્ય સાઈ ટ્રસ્ટ તો માત્ર ને માત્ર એક માધ્યમ બને છે કે જ્યાં “વસુધૈવ કુટુંબ” ની ભાવના થી આપણી ગૌશાળા બની રહેશે, કે જ્યાં કોઈ પણ પરિવાર કોઈ પણ સમયે ગૌમાતા ની સેવા પ્રસાદ માણવા આવી શકે. આપણી આ ગૌશાળા માં ભારતીય નસલ ની જ ગૌમાતા રાખવામા આવશે, પછી એ દૂધ આપતી હોય કે ના આપતી હોય. દેશી ગૌમાતા ના પંચગવ્ય જ કોઈ પણ રોગો ના ઉપચાર માટે જરૂરી અને ખૂબ ઉપયોગી થાય છે.
ગૌશાળા ની સાથો સાથ પંચગવ્ય, પંચકર્મ, અક્યુપ્રેસર જેવી પધ્ધતિ દ્વારા ચીકીત્સાલય ઉપરાંત રેકી, હિલિંગ જેવી પધ્ધતિ દ્વારા ચીકીત્સા થાય એવું ચિકિત્સાલય રાખવામા આવશે કે જ્યાં પરિવાર ના કોઈ પણ સભ્ય ચીકીત્સા માટે આવી શકે. પંચગવ્ય ચીકીત્સા આજે કોરોના જેવા સંક્રમણ સામે પણ રક્ષણ આપે છે જે સર્વ માન્ય છે. ઉપરાંત કેન્સર તથા ડાયાબિટીસ જેવા ભયંકર રોગો ની સારવાર પણ પંચગવ્ય ચીકીત્સા દ્વારા સફળ થયેલ છે. ગૌમાતા ના શરીર પર પ્રેમ થી હાથ ફેરવવા માત્ર થી બ્લડ પ્રેશર ના દર્દી ઑ નું બ્લડ પ્રેશર નિયંત્રણ માં આવી જાય છે. આમ અનેક પ્રકાર ના “સ્વાસ્થ્ય” લાભ મેળવવા આપના પરિવાર ના સભ્યો “સ્વાસ્થ્ય” ચિકિત્સાલય મા આવી ને પોતાના પરિવાર ના સભ્ય ની પંચગવ્ય દ્વારા સારવાર કરાવી શકે આવી વ્યવસ્થા કરવામાં આવશે.
શ્રી દિવ્ય સાઈ ટ્રસ્ટ ના માધ્યમ દ્વારા આપણે સૌ મળી ને “એક પરિવાર એક ગૌમાતા” આ વિચાર અને આયોજન ને સાર્થક બનવીએ અને સૌ મળી ને ગૌમાતા ની સેવા કરવા નો લાભ લઈ શકીશું. અને ગૌમાતા દ્વારા પ્રાપ્ત પંચગવ્ય દ્વારા આપણાં પરિવાર ને ઉત્તમ “સ્વાસ્થ્ય” ની ભેટ આપીશું.
“એક પરિવાર એક ગૌમાતા” આ માત્ર વિચાર નહીં પરંતુ વાસ્તવિક બનાવવા મા આપણે સૌ સફળ થઈ શકીએ એના માટે આપના પરિવાર ના સહયોગ ની આવશ્યકતા છે. જેથી આપણે સૌ સાથે મળી ને આપણાં પરિવાર મા ગૌમાતા નું સ્થાન નિશ્ચિત કરી શકીએ અને 33 કરોડ દેવી દેવતાઑ ના આશીર્વાદ ના લાભાર્થી બની શકીએ. એજ પ્રાર્થના સાથે આપણી સંસ્થા તરફ થી જય ગૌમતા – જય શ્રી કૃષ્ણ.
